24/06/2020
ઓનલાઈન થયા એટલે યુદ્ધમાં જ ઉતર્યા સમજી લેજો...
તમારા અંગત ડેટા ઓનલાઈન હોય અને તમે સુરક્ષિત છે તેવું માનતા હોય તો...
"પેટ ભરીને જમ્યા બાદ સિંહની ગુફામાં બકરું ઘુસ્યું, ઘણા સમય સુધી સિંહ સાથે રમત રમતું રહ્યું...
પછી !!!
બકરાને જોઈને સિંહને ભૂખ લાગી ગઈ...!!"
તમારો ખુલ્લો પડેલો ડેટા થોડી ઘણી જાણકારી ધરાવતા વ્યક્તિ આસાનીથી મેળવી શકે છે...
તમે ઓનલાઈન છો તેનો મતલબ કે સિંહના પાંજરામાં બકરાંની જેમ છો...
સિંહને ભૂખ ન લાગે ત્યાં સુધી રમી લેજો...
કોઈ પણ અતિશયોક્તિ કે ડર પેદા કરવાની વાત નથી કરતો...
મારા એક બોસના ટેબલ પર પડેલા કાગળ પર લખેલું હતું
"If you are coming with problem,
You have solution,
If you have no solution,
You are part of the problem."
આનો અર્થ એવો થાય કે
" જો તમે સમસ્યા લઈને આવો છો,
તો સમાધાન પણ તમારી પાસે હોવું જોઈએ,
જો સમસ્યાનું સમાધાન તમારા પાસે નથી,
તો તમે એ સમસ્યાનો ભાગ છો..."
વિશે આપણે ઘણા અજાણ છીએ, આપણે એટલે હું તમે બધા જ.
આજનાં સમયમાં પણ રહેવું અને ડેટા બચાવવો મુખ્ય સમસ્યા છે...
મોટાભાગે આપણને સમસ્યા શું છે તેની માહિતી જ નથી હોતી. જો હોય તો પણ સમાધાન નથી ખબર હોતી...
લેખ લાંબો થશે અને આપ પૂરો નહીં વાંચો એ પણ સમસ્યા જ છે.
અમુક લોકોને જાણકારી આપીએ છતાં તે વાતને કઈ રીતે ઉડાવે તે પણ જાણી લેજો અને આપ કદાચ આવા સંવાદોમાં ડેટા સંબંધિત લાપરવાહી ધરાવતા સવાલ કરતા હોય તો સિંહને ભૂખ લાગે ત્યાં સુધી રાહ જુઓ...
● મારા ડેટા ચોરી કરીને કોઈ શું કરી લેશે?
● હું તો મારું કામ પતાવીને તરત offline થઈ જાઉં છું.
● મારી આઈડીમાં મેં જન્મ તારીખ ખોટી નાખી છે.
● હું કોઈ દિવસ મારો પાસવર્ડ કોઈને નથી આપતો.
● ગેમ સિવાય ઓનલાઈન કાંઈ નથી કરતો.
● તો શું ઓનલાઈન થવાનું જ નહીં?
● કોઈને મારા ડેટામાં શુ રસ હોય?
સોશિયલ મીડિયા, ગેમ, નેટ બેન્કિંગ, મોબાઈલ એપ્લિકેશન તથા મલ્ટીમીડિયા મોબાઈલ આ બધુ સિંહની ગુફા જેવું છે અને તેમાં પણ ટિકટોક અને તેના જેવી એપ્લિકેશન તો મોટી સંખ્યામાં માહિતી એકઠી કરી તેના સર્વરો પર પહુચાડે છે. તો આ હતી સમસ્યા...
આ મેસેજ તમારા સુધી પહોંચ્યો તેનો અર્થ કે તમે કોઈપણ માધ્યમથી online છો. તમે આ યુદ્ધમાં એકલા નથી તમારી પ્રાઇવેસી ખતરામાં છે તમે નહીં અને તેનાથી બચવા માટે મારી પાસે છે તે જાણકારી આપું છું...
એક વાત ચોખવટ પૂર્વક જણાવી દઉં છું કે હું કોઈ હેકર કે સાયબર એક્સપર્ટ નથી પરંતુ 20 વર્ષોથી સિંહની ગુફામાં રહીને પણ જીવી ગયેલો બકરો છું.
આપ મારા પર અને હું જણાવુ છું તેના પર આંખો બંધ કરીને ભરોસો ન કરતા પરંતુ સાયબર વૉરમાં ઓનલાઈન રહેવા છતાં દરમિયાન લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકો...
● પાસવર્ડ 20 દિવસમાં બદલી નાખવાનો આગ્રહ રાખવો.
● પાસવર્ડ તમે ભૂલી જાઓ તેવો રાખવો પરંતુ ક્યાંક તારીખ સાથે લખી રાખવો.
● પાસવર્ડ માં ભળતા અક્ષરોનો ઉપયોગ કરવો જેમ કે મારે 'Sagar' પાસવર્ડ રાખવો હોય તો '$₹' આ પ્રમાણે પાસવર્ડ સેટ કરી શકાય.
● બિન જરૂરી સાઇટો પર રજિસ્ટ્રેશન ન કરવું.
● જો નેટબેન્કિંગનો ઉપયોગ કરતા હોય તો સાઇટ પર પાસવર્ડ સેવન રાખવા.
● મોબાઈલમાં ચાઈનીઝ એપ્લિકેશન ન ઉપયોગ કરો.
● ક્યારેય પાસવર્ડ ભૂલી જઈએ તો ઓથેન્ટીકેશન માટે પુછાતા સવાલોમાં મેન્ડેટરી ફિલ્ડ જ ભરવા.
● સોફ્ટવેર કે એપ્લિકેશન હંમેશા અપડેટ રાખવા.
● સોશિયલ મીડિયા પર એવી જ વાત શેયર કરો જે આપ ખરેખર વધુ લોકોને શેયર કરવા માંગતા હોય, એટલે કે જે પણ માહિતી આપ કોઈને આપવા ન માંગતા હોય તે માહિતી શેયર ન કરવી.
● પબ્લિક wifiનો ઉપયોગ કરતા સમયે બેન્ક સંબંધિત કામ ન કરવા. કર્યા હોય તો પાસવર્ડ તરત બદલી નાખવા.
● ગમે તેને મોબાઈલ નંબર શેયર ન કરો...
આવા અનેક મુદ્દાઓને કારણે સાઈબર અટેકથી આપની પ્રાઇવેસી બચાવી શકો છો...
એ ઉપરાંત એન્ટીવાયરસ, ફાયરવોલ, એન્ટી રેનસમવેર દ્વારા પણ તમારો ડેટા સુરક્ષિત રહેવાની શક્યતા વધી જશે…
"I am not a part of Problem…"
જેમ કૉરોનાથી સુરક્ષિત રહેવા માસ્ક પહેરો છો આ સમસ્યાથી બચવા માટે પણ જાગૃત બનો. મદદની જરૂર જણાય તો www.sacho.in પરથી સંપર્ક કરી લેજો કદાચ ક્યાંક મદદ કરી શકું...
25-06-2020