13/08/2024
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ દ્વારા પોતાના જનસેવા કાર્યાલય ખાતે તિરંગો લહેરવાયો હતો. આ તકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ ના કોર્પોરેટર શ્રી, વોર્ડ સંગઠન ના હોદેદારો તેમજ તમામ શ્રેણી ના કાર્યકર્તા ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.